Posts

Showing posts from November, 2018

ભગવાન કો માનતે હો ???

Image
એક મુલાકાત (ભગવાન સાથે) ખાસ નોંધ: આ લેખના રચયતા ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. "એકવાર એક માણસે મોટું મંદિર બનાવ્યું. આલીશાન, અતિસુંદર, આંખોને અને મનને ઠંડક આપે એવું. ચારે તરફ હરીયાળી, તેની વચ્ચે પાણીમાં નૃત્ય કરતા ફુવારા, નવ્ય જાતિના ફૂલો અને ચંદન-ધૂપથી મહેકતુ પાવન વાતાવરણ. નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવુ મંદિર. મંદિરની સીડીઓ સોનાની, ખજુરાહો,વાવ અને અન્ય ઐતિહાસિક શિલ્પસ્થાપત્યોની મિશ્રણથી જે તત્વ ભેગુ કરી દીવાલ રચવામાં આવે એવુ અદભૂત ત્યાનુ કોતરણી કામ. નવા બનેલા આ મંદિરની મનોહરતા ગામેગામ પ્રસરી ગઈ. લોકો મંદિરમાં દાન કરવા, દર્શન કરવા આવતા પરંતુ જે મંદિરમાં ભગવાનની અનુભૂતિ જ ન હોય ત્યાં કોની ભક્તિ થઈ શકે? કારણ એ  મંદિરમાં કોઈ ભગવાન, દેવી કે દેવતાનુ નામ કે ફોટો ન હતો. બ્હાર મંદિરનુ કોઈ બોર્ડ લગાવ્યુ ન હતુ કે ન હતી મંદિરમાં કોઈ મુર્તિ. એ મંદિરમાં એ માણસે ભગવાનની તપસ્યા કરવાનુ શરૂ કર્યું. ધ્યાનમાં બેશેલા આ માણસને જોઈ મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ શાંતિ જાળવતા. નવ દિવસ સતત તપસ્યા ચાલી. (આપણે એ વાતમાં નહીં પડીએ કે નવ દિવસ સુધી કેવી રીતે કોઈ માણસ ખાધા-પીધા વગર સ...